About Us

આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા માટે આજે દરેકે પોતાનું સ્વઘડતર કરવું અત્યંત આવશ્યક થઇ ગયું છે. પરંતુ આ ક્ષેત્રે સૌથી મોટી ઉદાસીનતા એ છે કે વિદ્યાર્થી પોતે જે અભ્યાસક્રમ ભણે છે તથા તેની સામે જે સ્પર્ધામાંથી પસાર થવાનું છે, તે તદ્દન વિપરીત બાબત બની જાય છે. કારણકે એમ.બી.એ./એમ.સી.એ., લો જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા હોય કે G.P.S.C., U.P.S.C., બેંક, રેલવે જેવી સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષા હોય, તેના માટે વિદ્યાર્થીઓનું ઘડતર જે શાળા-કૉલેજકક્ષાએ થવું જોઇએ તે થઇ શકતું નથી, આને પરીણામે થાય છે એવું કે બહારના રાજ્યના વિદ્યાર્થીઓની સરખામણીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ રહી જાય છે અને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવે છે.

ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી આ ઉદાસીનતાને ધ્યાનમાં લઇ Chanakya group of institutions દ્વારા 2024 ની સાલથી  બુદ્ધિકસોટી પરીક્ષાનું આયોજન દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. સંસ્થાનો આ પરીક્ષા આયોજનનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષાએ લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, CSAT (સિવિલ સર્વિસ એપ્ટીટ્યૂડ ટેસ્ટ), IBPS (ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંન્કિંગ પર્સોનલ સિલેકશન), NDA, CDS, GPSC, PSI UPSC NET, CAT, MAT, TAT,તલાટી મંત્રી, કોર્ટ કલાર્ક, રેલવે, એલ.આઇ.સી. જેવી પરીક્ષાઓનો વિદ્યાર્થીઓને પરીચય કરાવવાનો તથા તે દિશામાં વિદ્યાર્થીઓના ઘડતરનો છે. આ પરીક્ષા ધો.૪ થી ૧૦ કક્ષા સુધીના કોઇપણ વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકે છે.

સંસ્થા દ્વારા આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંરક્ષણ પત્રક  તથા રાજ્યકક્ષાએ પ્રથમ સોમાં સ્થાન મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, મૌલિકતા, વિચારશક્તિ, અવલોકનશક્તિ, સમજશક્તિ, તર્કશક્તિનો વિકાસ થશે. શાળાઓ પણ આ પરીક્ષાની અગત્યતાને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીને આ પરીક્ષામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.