About Us

આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા માટે આજે દરેકે પોતાનું સ્વઘડતર કરવું અત્યંત આવશ્યક થઇ ગયું છે. પરંતુ આ ક્ષેત્રે સૌથી મોટી ઉદાસીનતા એ છે કે વિદ્યાર્થી પોતે જે અભ્યાસક્રમ ભણે છે તથા તેની સામે જે સ્પર્ધામાંથી પસાર થવાનું છે, તે તદ્દન વિપરીત બાબત બની જાય છે. કારણકે એમ.બી.એ./એમ.સી.એ., લો જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા હોય કે G.P.S.C., U.P.S.C., બેંક, રેલવે જેવી સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષા હોય, તેના માટે વિદ્યાર્થીઓનું ઘડતર જે શાળા-કૉલેજકક્ષાએ થવું જોઇએ તે થઇ શકતું નથી, આને પરીણામે થાય છે એવું કે બહારના રાજ્યના વિદ્યાર્થીઓની સરખામણીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ રહી જાય છે અને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી આ ઉદાસીનતાને ધ્યાનમાં લઇ Chanakya group of institutions દ્વારા 2024 ની સાલથી  બુદ્ધિકસોટી પરીક્ષાનું આયોજન દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે.

અખિલ ભારતીય પ્રશ્નોતરી

વિધાર્થીના સર્વાંગી વિકાસ માટે અખિલ ભારતીય પ્રશ્નોતરીનું આયોજન દર વર્ષે યજમાન શાળા અથવા કોલેજમાં કરવામાં આવે છે.

અખિલ ભારતીય પ્રશ્નોતરીનું આયોજન ચાર વિભાગમાં યોજવામાં આવે છે.

(1) પ્રાથમિક (2) માધ્યમિક (3) ઉચ્ચતર માધ્યમિક (4) કોલેજ

શાળા દ્વારા દરેક વિભાગમાંથી એક ભાઈ-બહેન એમ કુલ બે  વિધાર્થીને ‘અખિલ ભારતીય પ્રશ્નોતરી’ માટે પસંદ કરવામાં આવે છે.    

દરેક શાળા અથવા કોલેજમાં અખિલ ભારતીય પ્રશ્નોતરીનું પરિરૂપ , સ્થળ , સમયની જાણ કાર્યક્રમ શરૂ થયા ત્રણ મહિના અગાઉ કરવામાં આવે છે.

OUR ACTIVITIES

Chanakya Group of Institutions દ્વારા થતી વિવિધ પ્રવુત્તિઓ

પુસ્તકાલય

(હર ગાવ પુસ્તકાલય એક લક્ષ્ય)

Competitive Scholarship Exam

Jobs Alert

Vocational Guidance

Water and Environment Project

અખિલ ભારતીય પ્રશ્નોતરી

Competitive Scholarship Exam